Share|
દિલની વાત હોટ સુધી આવિને અટકે છે, આંશુ બની આંખ માંથી કોઈ ટપકે છે,
ખુશ નશિબ છે એ જેને ચાહત મળે છે, મોહ્બ્બત ની તલાશ માં હજી કેટલાક ભટકે છે.
મારી આંખો મા પરણય ના જામ છલકાય છે ચંદ્ર ની ચાંદની પણ જુવો કેવી શરમાય છે
મારુ તારુ આ મીલન અમર બની જશે ગગન નો ચાંદ પણ અજે કેવો હરખાય છે.
તમારી મુંગી આંખોમાં જવાબોના જવાબો છે છતાં બેચેન થૈને કેટલા
હૂં પ્રશ્ન પુંછું છું મને પણ થાય છે કે પ્રેમમાં હું આ કરું છું શું
દરેક દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે,
પણ એ ક્યાં જાણે છે કે, આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે..
દીલ જો માન્યુ હોત તો ક્યારનુંય મનવી દીધું હોત્
તમને મળવાનું ખોટું સ્વપ્ન મે દફ્નાવી દીધું હોત
તમે પસંદ છો એટલે તમને ચાહવાની ફરજ પડી
નહી તો પ્રેમ કરવાનું અરમાન મેં ભૂલાવી દીધું હોત.
No comments:
Post a Comment